સંસ્કૃત ભવનના પૂર્વ વિદ્યાર્થિની ડૉ. દીપિકા વિઠલાપરાએ સંસ્કૃત ભવનની મુલાકાત લીધી

સંસ્કૃત ભવનના પૂર્વ વિદ્યાર્થિની અને હાલમાં ગુજરાત રાજ્ય ભાજપ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે અત્યન્ત પ્રશસ્ય ઉત્તરદાયિત્વનું વહન કરી રહેલા ડૉ. દીપિકા વિઠલાપરા (હાલ ડૉ. દીપિકા સચિન સરડવા)એ તા. ૧૧.૦૧.૨૦૨૪ ના રોજ સંસ્કૃત ભવનની મુલાકાત લીધી હતી અને ભવનના પ્રાધ્યાપકો સાથે મળીને પોતાનાં સંસ્મરણોને યાદ કર્યાં હતાં. રાજકીય ક્ષેત્રે આટલા મહત્ત્વના પદ પર પ્રતિષ્ઠિત રહીને પણ તેમણે પોતાની માતૃસંસ્થાને યાદ કરી અને અહીં આવ્યા એ સંસ્કૃત ભવનનું ગૌરવ છે. સંસ્કૃત ભવન તરફથી બેનશ્રી દીપિકાને હાર્દિક શુભેચ્છાઓ છે કે તેઓ રાજકીય ક્ષેત્રે ખૂબ જ યશ પ્રાપ્ત કરે અને ઈશ્વરકૃપાથી તેઓ  ખૂબ ઉન્નત પદને પ્રાપ્ત કરે.


Published by: Department of Sanskrit

11-01-2024